રૂપાયતન બાલભાવન – બાલશ્રી સન્માન યોજના

વ્હાલા બાળકો…
રૂપાયતન બાલભવનને રાષ્ટ્રીય બાલભવન નવી દિલ્હી સાથે સંલગ્નતા પ્રાપ્ત થયેલ છે.

આ સંલગ્નતા પ્રાપ્ત થતા આપણા વિસ્તારના પ થી ૧૬ વર્ષની વય જૂથ ધરાવતા બાળકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રવૃતીઓમાં સક્રીય ભૂમિકા ભજવવાની સોનેરી તક મેળવી શકે તેમ છે તેમજ વિવિધ કલાના તજજ્ઞો દ્વારા તાલીમ મેળવી પોતાની સર્જનાત્મક શક્તિને વિકસીત કરી શકે તેમ છે.

વ્હાલા બાળકોને રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે નિમંત્રણ છે.

રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે સંપર્કઃ

રૂપાયતન બાલભવન
ગિરી તળેટી, ભવનાથ, જૂનાગઢ
ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

રાષ્ટ્રીય બાલભવન – નવી દિલ્હી આયોજીત બાલશ્રી સન્માન અંગેના કલાનાં જુદાં જુદાં ચાર ક્ષેત્રો નીચે મુજબ છે:

  1. સર્જનાત્મક પ્રદર્શન કલા
  2. ક્રિએટીવ આર્ટ – સર્જનાત્મક કલા
  3. ક્રિએટીવ સાઇન્ટીફીક ઇનોવેશન – સર્જનાત્મક વૈજ્ઞાનિક સંશોધન
  4. ક્રિએટીવ રાઇટીંગ – સર્જનાત્મક લેખન કલા

બાલશ્રી સન્માન યોજના:

બાલશ્રી સન્માન યોજનાના નિયમો:

  • બાલશ્રી સન્માન – લોકલ લેવલ સિલેક્શનમાં ભાગ લેનાર બાળકની ઉંમર ૧લી એપ્રીલ, ૨૦૧૧ ના રોજ ૯ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી હોછી જોઇએ.
  • લોકલ લેવલ જ્યુરીની પસંદગી રૂપાયતન બાલભવન કરશે. જ્યુરી જે નિર્ણય આપે તે દરેક કક્ષાએ છેવટનો ગણાશે અને આ બાબતે કોઇપણ વિવાદ સ્વીકારવામાં આવશે નહિં.
  • બાલશ્રી સન્માન યોજના અંતર્ગત ભાગ લેનાર બાળકે પસંદગી પ્રક્રિયા માટે તા. ૧૬-૦૭-૨૦૧૧ને શનિવારનાં રોજ બપોરનાં ૩-૩૦ કલાકે તેમજ તા. ૧૭-૦૭-૨૦૧૧ને રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્વખર્ચે રૂપાયતન   બાલભવન, ગિરીતળેટી, જૂનાગઢ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
  • આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવો એટલે બાલશ્રી એવોર્ડ માટે પસંદ થઇ ગયા છીએ એમ સમજવાનું નથી. બાળકમાં કેટલી સર્જનાત્મક્તા છે તેનાં પર તેની પસંદગી થવાનો આધાર છે.

વિશેષ માહિતી માટે રૂપાયતન સંસ્થાનો ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩ અથવા રૂબરુ સંપર્ક કરવો.

Advertisements

રૂપાયતન બાલ ભવન બ્લોગની પ્રથમ પોસ્ટ

આજે આ બ્લોગની પોસ્ટ લખાઇ રહી છે. રૂપાયતનને કેટલાક વર્ષો પહેલા બાલ ભવનની મંજુરી મળી હતી. ત્યારથી લઇને આજ સુધી રૂપાયતન બાલ ભવન બાળકો માટે વિવિધ પ્રવૃતીઓ કરતુ આવે છે. આ બાલ ભવન નેશનલ બાલ ભવન, દીલ્લી સાથે સંકળાયેલ છે. રૂપાયતન બાલ ભવનને તેની વિવિધ પ્રવૃતીઓ માટે નેશનલ વેલ્યુઝ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.

આ બ્લોગમાં રૂપાયતન બાલ ભવન તથા નેશનલ બાલ ભવન, દીલ્લી દ્વારા થતી વિવિધ પ્રવૃતીઓ વિષેની માહિતી આપવામાં આવશે. જે બાળકો બાલ ભવન સાથે સંકળાયેલ હોય કે જે સંકળાવવા માગતા હોય તેના માટે પણ આ બ્લોગ ઉપયોગી સાબીત થશે.